Category: jugalkishor

ફેસબુકીયમ્ !

(નોંધ : ગઈકાલે એકદમ જ કેટલુંક પદ્ય સુઝી આવ્યું તે બસ એમ જ ફેસબુકને પાને લખી દીધેલું….અહીં આ સાઇટપાને સંઘરવા પુરતું મુકવાના ઉપક્રમે રજુ કરું છું. ) વિવેચકઃ “સર્જક નથી થયો તું રે,કવિ તું શીદ ગુમાનમાં રાચે !” કવિઃ “કવિ…

અરધે, અધુરે રસ્તે !!

દિવ્યા, મારા કુટુંબની મોટી પરંતુ ૫૦ વરસની જ આયુ વટાવેલી પુત્રવધુ, ઉત્તરાયણને દીવસે જ વીદાય લઈ ગઈ. મુળ ગઢવાલા કુટુંબની સૌથી નાની, લાડકી ને ભણવામાં કૉલેજ ફર્સ્ટ–યુની.માં સાતમે નંબરે રહીને વિજ્ઞાનશાખામાં સ્નાતક થયેલી – અમારા મોટા પુત્રને હાથ–સાથ આપીને આવેલી.…

૭૬મે પડાવે … …

આજે ૭૫ પુરાં કરીને ૭૬મે પ્રવેશવાની સાથે જાણે કે એક ત્રીજું ને મોટું વર્તુળ પુરું કર્યું ! જન્મ, ભણતર, વ્યવસાય અને કુટુંબકબીલા સાથેની ગતીવીધીનાં ત્રણ વર્તુળોને સાંકળીને નવું આરંભાતું આ ચોથું (ને આમ તો છેલ્લું) વર્તુળ સાવ નવી દુનિયામાંનો અનુભવ…

રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–

રાજુલબહેનનો પરીચય મને બ્લૉગજગત પુરતો જ હતો. તેઓ આ દુનીયામાં આવતાં પહેલાં (એમનો બ્લૉગ શરુ થયો ૨૦૦૯/ ૬ જૂનથી. એ પહેલાં તેઓ દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગમાં લેખો આપતા હતા…) અનેક છાપાં–સામયિકોમાં કલમ ચલાવી ચુક્યાં છે તે વાતની જાણ તો હમણાં જ…

ગુર્જરી–નીર્ઝરી !

 (ઉપજાતી) મેં જન્મતાંવેંત રડીરડીને અસ્તીત્વ મારું પ્રગટાવીયું હતું, ને માતૃઅંકે રહીને કર્યું હતું જે – તે માતૃભાષામહીં ગાન તો હતું !! એ ગાનનાં માન વધ્યાં કર્યાં ને વધ્યાં કર્યાં માન શું ગુર્જરીનાં ! જીવ્યા સુધી સાથ ન છોડનારી – રે,…

માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી

શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રી અને તેમનો બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો” હાઈસ્કૂલનાં વર્ષોથી જ એમણે કાલ્પનિક વાતો લખવાનું શરૂ કરી દીધેલું ! દશમાં ધોરણમાં હતા ત્યારે જ એમની પહેલી વાર્તા “પાગલની પ્રેયસીઓ” ‘નવવિધાન’માં છપાઈ ! પછી તો ૧૯૫૯ સુધીમાં એમની વાર્તાઓ ફિલ્મ…

આપણાબ્લૉગર “વિનોદવિહારી”

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!” – જુગલકિશોર ‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી…

કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે (અનુષ્ટુપ)   ઝાલી   હેમંતનો  હાથ, શીશીરે  સાચવ્યો   રુડો શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં. ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી – તન્મને   તગડાં   કીધાં,  વસાણાં  ખવડાવીને ! વસંતે  ચાર્જ  સંભાળ્યો,  કેસુડે પ્રગટ્યા દીવા, ખર્ખર  ખરીયાં  જુનાં; રંગગંધે  સજ્યાં  નવાં. ગ્રીષ્માડી આવતાં, એણે  કાળો કેર કરી દીધો; નભે…

માસ્તર મારેય ખરા ને… … (ભણતાં–ભણાવતાં – ૨)

ઉમરાળાની શાળાનો અભ્યાસ એટલે માંડ બેએક વર્ષ ! લગભગ ૧૯૫૦–૫૧ સુધીનો. માતાના અવસાનટાણે ઉંમર સાડાપાંચથી છ જ વર્ષની અને તેમની ગેરહાજરીમાં બાપુજી હવેલીની સેવામાં પહોંચી શકતા નહીં એટલે પછી મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) કે જેઓ તળાટી હતા ને દર ત્રણ વરસે…

શેં ?!

શબ્દ છેઅર્થછેતોય આ કાવ્ય શુંવ્યર્થછે ? ભાવ છેવિચારછેકાવ્ય-વ્યવહારને શોભતોપ્રચારછે. જૂથનાં જૂથ છેપ્રશંસા કાજ તત્પર સદાYouth છે. કવિસભાકવિત સંમેલનોરાજ-સહયોગનેજ્યોતિષોએ કહ્યોકુંડળી યોગ છે. પ્રેસ છેપુસ્તકોને પ્રકાશિત થવા‘ખાસજન’નીનવાયેશ છે. મૂલ્ય…શું આજ મૂલ્યાંકનોનુંકશું મૂલ્ય છે…. વિવેચનોપ્રવચનોક્યાંક રસદર્શનો કાજતો‘નિજજનો’સદા ઉપલબ્ધ છે — શબ્દ છે‘શબ્દને જોઈતો’અર્થ…

શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

આજથી આ એક નવો વીભાગ શરુ કરી રહ્યો છું. આશા રાખું, બીજા મારા કેટલાક અટકી કે બંધ પડેલાઓની જેમ આને પણ એ રોગ ન લાગી જાય ! – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– (ભણતાં–ભણાવતાં –૧) શાળાનું પ્રથમ પગથીયું ચડ્યા  ભણવું એક વાત છે…

તતકાળ મળ્યો

  દોડવું ’તું ને ઢાળ મળ્યો ભુખ્યાં થયાં ત્યાં થાળ મળ્યો.   રાજકુંવરી હશે અહીં કૈં – સોનેરી આ વાળ મળ્યો.   ડુંગર ડુંગર બહુ બહુ ખુંદ્યા હીરો ઘર–પરસાળ મળ્યો.   કરતાલોને અડકી જોયું કેદારો  તતકાલ મળ્યો.   રાસ તણું…

શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક વાર્તા અંગે કેટલુંક… …

“બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ” (લેખક : પ્ર. શાસ્ત્રી) ‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને  ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા,…

ઉત્સવનેય કદી એની પીડાસહેવા દો !

વહેવા દો મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,    દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો. ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો કદીક સાવરણીને પણ  લાવો લેવા દો. તહેવારો તો આવનજાવન કરતા રહેશે; વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.…

કવી છું.

મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી સેલ્ફછવી છું – કવી છું. શબ્દો અને અર્થો અને અલંકારો–વક્રોક્તીઓમાં સૌંદર્યો શોધતાં અંધાધુંધ ઉભી થઈ જતી ભવાટવી છું – કવી છું. સમારંભોમાં એકસમાન લાગતા આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં, મંચસ્થ મુરબ્બીઓમાં ને એમના માઇકોમાં વહી રહેલા ધ્વનીઓમાં છુપાઈનેય પ્રગટતો રહેતો…