સ્વતંત્રતા આવી હતી શું ?

– જુગલકીશોર.

પુરાં કરી વર્ષ પચાસ સામટાં

સ્વતંત્રતા ઉજવવા મથે જો

પ્રસંગ આ પાવનકારી  આજે –

ભુલી જઈ ભુત–ભવીષ્ય–વાત !

સેવ્યાં હતાં સ્વપ્ન અનીદ્રઆંખે,

સેવી હતી નેક અનેક આશા;

સેવ્યાં કરી ’તી અગણી અપેક્ષા.

પરંતુ રે, ઉત્સવ–ઘેલછામાં

સ્વાતંત્ર્યના ઘોર નગારખાની

એવા બજ્યા કે સંભળાયું ના કશું

આ લોકને – ભાન રહ્યું કશું ના –

સ્વતંત્રતા લૈ ગયું કોક –લોકની !!

સ્વતંત્રતા ‘આવી ગઈ’ ભલે કહો –

‘આવી, ગઈ !’ એમ હવે ક્હે સૌ !

સ્વતંત્રતાનો કરીને જ મેકપ

સ્વચ્છંદતા મ્હાલી રહી શી ભાળું !

(એક બહુ જુની રચના)

56 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *