શાંત છું…..

ક્લાન્ત છું.

એટલે તો શાંત છું.

 

આભથી વરસી રહી સંપત્તી, તે

વહી, ભળી ગઈ સાગરે; પ્રવૃત્તી એ

કામની છે કે નકામી ? ભ્રાન્ત છું……..ક્લાન્ત છું.

 

અંતરે ઉલ્લાસ છાયો લાગતો,

ગ્રીષ્મમધ્યે શીતવાયુશો, ઘડીભર લાગતો !

કાવ્યશબ્દે એનું અવતરણ જોઈને…..સંભ્રાન્ત છું !!…..ક્લાન્ત છું.

 

આટલી આવી–ગઈ–આવી રહી તે તે બધી

હાથમાંની માછલી જીવંત તો હમણાં હતી –

જોઉં તો દમયંતીહાથે તરફડે – રે, શ્રાન્ત છું…….ક્લાન્ત છું.

 

હર્ષ–શોક–વીષાદ–ભય–ક્રોધે ભરેલ નીતાન્ત છું !

એટલે બસ શાંત છું !           

– જુ.              

 

 

    

 

57 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *