વીદ્યાગ્રહ : કેટલીક સ્પષ્ટતાઓ કરવાની જરુરી છે :

–કનુભાઈ જાની

1 ] ભાષા, લીપી, જોડણી, મુદ્રણ ચારેયમાં સુધારા કેટલાકને સુઝે, તે જરુર પ્રયોગે અને પ્રયોજે, માત્ર એને તે બધા પોતાના અંગત પ્રયોગો છે તેવી ઓળખ આપે.’ઉંઝા જોડાણી’ કે ‘ગુજરાતી ભાષા પરીષદ’નું નામ ન આપે. પ્રયોગો ઈષ્ટ. પણ તે સમજપુર્વકના હોવા જરુરી છે જેથી સુધારકો વીનાકારણ ન નીંદાય.

2 ] કેટલીક બાબતમાં આપણી ખોટી ટીકા થાય છે. દા.ત. આપણે ‘સ’ અને ‘શ’(દન્ત્ય ને તાલવ્ય) વચ્ચેનો ભેદ જાણીએ ને માનીએ છીએ. ‘શ’ ને ‘ષ’ (તાલવ્ય ને મુર્ધન્ય) વચ્ચેનો ભેદ ગયો છે ને માત્ર તાલવ્ય-ઉચ્ચાર જ રહ્યો છે, તો શું કરવું એનો નીર્ણય લેવો બાકી છે.

3 ] અનુનાસીક – અનુસ્વાર વચ્ચે ભેદ છે. ‘નીશાન્ત’ અને ‘નીરાંત’માંના ‘આં’ એક નથી. ‘નીશાન્ત’માં તો હકીકતે ‘શા’ની સાથે કશું જ ભળેલું નથી, છતાં એને માથે જ મીંડું કેમ ? ‘શાન્ત’, ‘કાન્ત’, ‘વાન?ગ્મય’, વગેરેમાં શા, કા, વા, એ ત્રણેય કોઈ વ્યંજન સાથે જોડાયા વગરના ઉચ્ચારો થાય છે. આપણે એને માથે જે ચીહ્ન ઠઠાડીએ છીએ તેની સાથે એને કોઈ લેવીદેવા નથી. કોઈ ગાંધીવાદી કવીમીત્રને આવું કહી શકાય : ” કવી કાન્ત કાંતતા નહોતા, પણ તું તો કાંત જ.” ” એકાન્ત છે, નીરાંત છે ?” –આમ ‘કાન્ત’ ને ‘કાંત’ એક નથી.વાન્ગ્મય, શાન્ત, કાન્ત, અગ્-જન, ક્રાન્તી જેવા શબ્દોમાં જે અનુનાસીક વ્યગ્-જન સંભળાતો હોય સ્પષ્ટ તે લખવો સારો. એ વૈકલ્પીક વ્યવસ્થા પણ હોય. પણ આ બાબતે હજી વીચાર અલગ થવો ઘટે. પછી સાથે નીર્ણય લેવાય તે ઈષ્ટ.

4 ] કોઈ સુધારાપક્ષી સંસ્કૃતવીરોધી નથી.સંસ્કૃતને એનું પોતાનું આગવું સ્થાન ને મહત્વ છે જ. સંસ્કૃતનું ગૌરવ કરવા ગુજરાતીને કે ગુજરાતીનું ગૌરવ કરવા સંસ્કૃતને ઉતારી પાડવી એ હીનવૃત્તી છે.

સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતીનો વારસો છે, તો અંગ્રેજી અર્વાચીન ઈતીહાસનો ઉપહાર છે.
સંસ્કૃતને મૃત કહેવી એ પણ ભાષાપ્રક્રીયાનું અજ્ઞાન છે. ભાષા પરીવર્તન પામે,મરે નહીં. એ વીલય થેયેલી હોય ત્યારેય પ્રગટ-અપ્રગટ સંસ્કારો મુકતી ગયેલી હોય. પ્રગટ-લીખીત વારસો તે વીદ્યા-અભ્યાસની સામગ્રી બને, અપ્રગટ તે પછીની ભાષામાં સમરસ થઈ ગયેલું રુપ હોય. કોઈ ભાષા મરતી નથી.

જેમ સંસ્કૃતને મૃત કહેવી એ ખોટું છે, તેમ એને ગુજરાતીની માતા કહેવી એ પણ ખોટું છે. ઉત્પત્તીઈતીહાસ જુઓ તો સંસ્કૃતની દીકરી નહીં; દીકરીની દીકરીની દીકરીની દીકરીની દીકરી છે. ક્રમ છે : સંસ્કૃત > પ્રાકૃત > અપભ્રંશ > શૌરસેની અપભ્રંશ. > મારુગુર્જર > ગુજરાતી ! દીકરી કહેવી એ વચમાંના વંશવાહકોને અવગણવા જેવું ગણાય. જોકે આનુવંશીકતાનું રુપક ભાષામાં ન ચાલે.

5 ] શબ્દોના પણ કેવળ સંસ્કૃતાનુસારી ભેદ પાડવા એ અશાસ્ત્રીય, બીનતાર્કીક છે. ભાષા એ શબ્દોંની ખુલ્લી લોકશાહી છે. આવે, સ્વેચ્છાએ સ્વીકારાય, (અને પછી)ગુજરાતી જ થઈ જાય.શબ્દના ઈતીહાસમાં જેને રસ હોય તે જરુર રસ લે; વ્યવહારમાં ભાષાપ્રક્રીયા સૌને સમાન રીતે લાગુ પડે છે, સૌને સમાન ગણીને ચાલે છે. શબ્દો ક્યાંક્યાંના કેવા હળીમળી ગયા હોય છે : “ટાઈમસર છીએ, સર અમે !” હરેક ભાષામાં શબ્દો ચોપાસથી ઉભરાતા રહે છે. જુની ભાષામાંથી આવે કે નવીમાંથી, દેશમાંથી આવે કે વીદેશેથી, મુળને રુપે જ રહે કે જીભને અનુકુળ રુપ લે, પણ એકરસ થઈ જાય. શબ્દોને સરહદો નથી, ભાષાને છૉ હોય. ભાષકો,વર્ણો, જ્ઞાતીઓ, વાડા, વર્ગોમાં ભલે વહેંચાતા ને વહેરાતા હોય, શબ્દોને એમ વહેરવા નહીં :

   ” જે જે વસે છ ગુર્જર-જીભે
       તે તે શબ્દ બધા ગુજરાતી !”

ને કેટલાક એટમ જેવા વૈશ્વીક હોય ને છતાં ગુજરાતી. એમાંય શો વાંધો ?

સંસ્કૃત-મુળનાને જુદા તારવવા, તત્સમ-તદ્ ભવ ભેદવવા એ ખેલ કંઈ ખેલદીલીનો નથી. છતાં અભ્યાસ જેને કરવો હોય તે એનો અલગ અભ્યાસ કરે. જોડણીમાં જુદાઈ નહીં.

જોડણીનો ખપ જોગો ઈતીહાસ :(હવે પછી)

162 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *