અરધે, અધુરે રસ્તે !!

દિવ્યા, મારા કુટુંબની મોટી પરંતુ ૫૦ વરસની જ આયુ વટાવેલી પુત્રવધુ, ઉત્તરાયણને દીવસે જ વીદાય લઈ ગઈ.

મુળ ગઢવાલા કુટુંબની સૌથી નાની, લાડકી ને ભણવામાં કૉલેજ ફર્સ્ટ–યુની.માં સાતમે નંબરે રહીને વિજ્ઞાનશાખામાં સ્નાતક થયેલી – અમારા મોટા પુત્રને હાથ–સાથ આપીને આવેલી.

મક્ક્મમના, સૌ સાથે સમાનભાવી, બાળકો પ્રત્યે જાગૃત અને વત્સલ એવી દિવ્યા એક વરસ પહેલાં દીકરીનાં લગ્નથી આનંદઉત્સાહે પરવારી હતી…..દીકરાને સાડા ત્રણ વરસ મેડીકલનાય પુરાં કરાવ્યાં………ગયા વરસના છેલ્લા દીવસો – ૨૭મી ડીસેમ્બરે – બરાબર ૫૦ વરસ પુરાં કરીને બરોબર અરધે મારગે હતી !

પણ કષ્ટસાધ્ય અને લાંબી એવી માંદગીએ એનો પરચો બતાવ્યો.

તા. ૧૪મી જાનેવારી – સુર્યના ઉત્તર અયને બપોરે એણે (પરમ શાંતીથી) આંખો મીંચી.

આજે ૨૫મી જાનેવારીએ એની બધી ધાર્મીક વીધીઓ સંપન્ન થતાં આટલી વીદાય અંજલી સાથે પ્રભુપ્રાર્થના !!

44 total views, 1 views today

2 comments for “અરધે, અધુરે રસ્તે !!

 1. પંકજ સુતરીયા
  January 26, 2019 at 8:14 am

  અત્યંત દુખદ ….
  આનંદ અને દિવ્યાને તેમના લગ્ન થી ઓળખું છું. આનંદને તો સ્કૂલમાં બિસ્કીટ કલરની ચડ્ડી પહેરતા ત્યારથી ઓળખતો.સારસ યુગલ જેવુ જોડું. દિવ્યા બાળકોના શિક્ષણ અને ઉછેરમાં અત્યંત કુશાગ્ર.
  મેઘાવી પ્રતિભા..
  બંને લગ્ન કરીને નવસારી રહેવા ગયા ત્યારનો ઓળખુ.
  આપના કુટુંબમાં આવી પડેલ આપત્તિ સામે ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. હસિત અને ફ્રેની આ દુઃખ સહન કરી પોતાની જિંદગીમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરે એ જ દિવ્યા ને સાચી અંજલિ. મિત્ર આનંદને આ કષ્ટ સહન કરવાની ભગવાને શક્તિ આપે.
  આનંદ ખૂબ જ મજબૂત અને સંજોગોને મહાત આપે તેવો લડવૈયો છે…ભીની આંખે..
  દિવ્યા આકાશમાંથી પણ બાળકોને આશિષ આપી રહી હશે….

 2. January 27, 2019 at 1:01 am

  હા, તમારા બન્નેની મૈત્રીનો હું સાક્ષી…..આવી પડેલી પરીસ્થીતી સહન કર્યે જ છુટકો. પંકજ અને ડૉ. પારસની હુંફ આનંદને ખરે સમયે મળતી રહી છે. મૈત્રીનાં ઉત્તમ ઉદાહરણો તમે લોકોએ આપ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *