૭૬મે પડાવે … …

આજે ૭૫ પુરાં કરીને ૭૬મે પ્રવેશવાની સાથે જાણે કે એક ત્રીજું ને મોટું વર્તુળ પુરું કર્યું !

જન્મ, ભણતર, વ્યવસાય અને કુટુંબકબીલા સાથેની ગતીવીધીનાં ત્રણ વર્તુળોને સાંકળીને નવું આરંભાતું આ ચોથું (ને આમ તો છેલ્લું) વર્તુળ સાવ નવી દુનિયામાંનો અનુભવ કરાવનારું છે.

હવે પાછલાં વર્ષોનાં સ્મરણો, એ બધાંના સારરુપ અનુભવો, આવનારા સમયમાં અ–નીવાર્યપણે આવનારી શારીરીક તકલીફો સાથે જીવવાની કોઈ મજા હોઈ શકે તો તેને લઈને આગળ ડગ ભરવાનાં થાય છે.

કુટુંબકાર્યો, પાછલા સંસ્કારોની જોડાજોડ ઉભી રહેલી નવા જમાનાની રસમો, વાચન–લેખન અને સંકેલો કરવાની તૈયારીઓ –

આ બધું નવાં આયોજન માટેનું મંડાણ !

સાવ સહજ બની રહે તેવા પ્રકારનાં – શક્ય તેટલાં – ભાર અપેક્ષા વગરનાં કાર્યોનું લાઉડ થીંકીંગ બની રહે તે પ્રકારનું નેટકાર્ય એટલે હવે પછી ચાલનારું “Net–ગુર્જરી”નું મારું કાર્યક્ષેત્ર.

હવે બહુ મોટી અપેક્ષાઓ વગરનું લખતાં રહેવાનું ધ્યેય રાખીને આજથી આ નવી સાઈટને આંગણે અક્ષરની આરાધના કરવાનું થતું રહે તે આશા સાથે વાચકો સમક્ષ આટલું –

દુખદ નોંધ : આજના સપરમા દીવસે જ મોટી પુત્રવધુની વીદાયની નોંધ લેતાં હાથ કંપે છે. બાજુના લેખ “અરધે અધુરે રસ્તે”માં એનો ટુંક પરીચય વાચકો સમક્ષ મુકું છું.

અસ્તુ.

18 total views, 2 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *