ગુર્જરી–નીર્ઝરી !

 (ઉપજાતી)

મેં જન્મતાંવેંત રડીરડીને

અસ્તીત્વ મારું પ્રગટાવીયું હતું,

ને માતૃઅંકે રહીને કર્યું હતું જે –

તે માતૃભાષામહીં ગાન તો હતું !!

એ ગાનનાં માન વધ્યાં કર્યાં

ને વધ્યાં કર્યાં માન શું ગુર્જરીનાં !

જીવ્યા સુધી સાથ ન છોડનારી –

રે, કર્ણના કુંડલ–શી; ઝકોરતી

રહેતી સદા અંતરચેતનામાં….

સૌ માતૃભાષી સહ જોડનારી –

એ માતૃભાષા મુજ ગુર્જરીની

સ્તુતી કરું આ નવલા પ્રયાસથી !

સ્વાન્ત: સુખાય, જન સર્વ હીતાય નિર્ઝરી :

ભાષા – અમારી સહુની સહીયારી ગુર્જરી !!

જુગલકીશોર.

12 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *