કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે

(અનુષ્ટુપ)

 

ઝાલી   હેમંતનો  હાથશીશીરે  સાચવ્યો   રુડો

શીયાળોમળતાં લાગવગાડ્યા દાંત–ડાકલાં.

ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી –

તન્મને   તગડાં   કીધાં,  વસાણાં  ખવડાવીને !

વસંતે  ચાર્જ  સંભાળ્યો,  કેસુડે પ્રગટ્યા દીવા,

ખર્ખર  ખરીયાં  જુનાંરંગગંધે  સજ્યાં  નવાં.

ગ્રીષ્માડી આવતાંએણે  કાળો કેર કરી દીધો;

નભે તાપવને ટ્હૌકો,  કેસરી સ્વાદયે પીધો !

વર્ષાબૈ વરસ્યાં ઝાઝુંગ્રીષ્માની આગ ઓલવી,

પાથરી  ચાદરું  લીલી,  ધરાપુત્રો  રીઝાવીયા.

શારદી  સુખી સૌ વાતે,  નવરાત્રી ઝળાંઝળાં,

ચાંદની  ભીંતડાં  ધૉળે,  છલક્યાં ખેતરે ખળાં !

પીતા વર્ષ;  ૠતુ  માતા ત્રણ, ને  બાર બાળકો,

રમતાં,  ઝુમતાં  ઘુમે,  કાળને  ચાકડે  અહો !!

– જુગલકીશોર.

19 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *