સુરસુરિયાં


૯ સુરસુરીયાં !

એક શ્વાસે રચાયેલીપ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે

************

નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું,

એક હું એક હું એમ બોલે !!

આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે,
શાંતીથી ઉંઘ–આરામ કરવો !

એક ચતુરને એવી ટેવ,
પથ્થર થકી બનાવે દેવ !

વગર પાણીએ કરે સ્નાન,
મોંમાં પાંત્રીસ કેરું પાન !

તું નાનો હું મોટો’ એવો ખ્યાલ જરી ના ખોટો;
નાના’ને ‘મોટો’ કરવાનો ધંધો સદાય ખોટો !!

અન્યનું તો એક વાંકું,
આપણાં અઢાર છે !!

ઈશ્વરને ગમ્યું તે ખરું !”
(વડીલ પાછા ફર્યા !)

તું મહાકવિ કહી જાત વખાણી રહ્યો, કવિતડું તારું સૌ કોઈ જાણે !

કવિપદે બેસવું એક બાજુ રહ્યું; કવિપગે પડ, પછી બેસ ભાણે !

હું લખું હું લખું એ જ અજ્ઞાનતા
વિવેચના–ભાર જ્યમ લહિયું તાણે !

જુ.

5 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *