તારે નામે તરી જતાં માણસ બહુ વખણાય.
સાદી તારી જીવની, સાદી તારી વાત,
તોય શકે ના જીરવી, કેવી માનવજાત !
પગલું તારું એવડું માપ્યું નહીં મપાય,
પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય.
ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય,
નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય !
ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,
પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!
તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,
તું શાશ્વત છે તત્ત્વ ત્યાં ટકે ફટકિયાં કેમ ?!
— જુગલકીશોર. (૩૦,૦૧,૧૮)
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.