1944થી…

મારો પરીચય

નામ : જુગલકીશોર જેઠાલાલ વ્યાસ
વતન : ઉમરાળા ; જીલ્લો ભાવનગર. અત્યારે  અમદાવાદ.

જન્મ તારીખ : ૨૫,જાન્યુઆરી,૧૯૪૪.

અભ્યાસ :

પ્રાથમીક : ઉમરાળા, રંઘોળા (ભાવનગર)
માધ્યમીક : સર્વોદય આશ્રમ, શાહપુર(સોરઠ), જીલ્લો જુનાગઢ.(૧૯૫૫-‘૬૦)
સ્નાતક : (ગ્રેજ્યુએટ); લોકભારતી સણોસરા, ભાવનગર. (1962-66)
અનુસ્નાતક : (એમ.એ.પ્રથમ વર્ગ; ગુજરાતી વીષય); ગુજરાત વીદ્યાપીઠ, અમદાવાદ.
શાસ્ત્રીયસંગીત : (કંઠ્ય)-૧૯૫૬-૫૯; શાહપુર; ગુરુજી:વિઠ્ઠલદાસ બાપોદરાજી.

કાર્યક્ષેત્રો : 
શીક્ષક : બાવળા(અમદાવાદ).૧૯૬૬-‘૬૭.
સેમી-ક્લાર્ક : આર્યોદય જીનીંગ મીલ્સ, અમદાવાદ(એમ.એ.દરમીયાન)૧૯૬૭-‘૭૦.
વ્યાખ્યાતા : (લેક્ચરર) આર્ટ્સ કૉલેજ ઇડર, સાબરકાંઠા.૧૯૭૦-‘૭૧.
વ્યાખ્યાતા : (લેક્ચરર), સમોડા ગ્રામવીદ્યાપીઠ — મહેસાણા જીલ્લો. (1971-’74)
ઇન્ચાર્જ- કામદાર શીક્ષણ : ગાંધીજી દ્વારા સ્થપાયેલ મજુર મહાજન સંઘ, અમદાવાદ.૧૯૭૪-‘૭૭.
કાર્યક્રમ અધીકારી : શ્રમીક વીદ્યાપીઠ; (એડલ્ટ એજ્યુકેશન,ભારત સરકાર.)૧૯૭૭-‘૮૯.
નીયામક : શ્રમીક વીદ્યાપીઠ / જનશીક્ષણ સંસ્થાન; એડલ્ટ એજ્યુ; ભારત સરકાર. (‘૮૯-‘૦૨)
નીવૃત્તી : ૨૦૦૨થી.

વર્તમાન પ્રવૃત્તી :

૧)  ‘કોડિયું’ સામયીકમાં સહતંત્રી (માર્ચ, ૨૦૦૯થી)

૨)  વાચન-લેખન : ઈન્ટરનેટ પર ભાષા-સાહીત્યના બ્લૉગનું સંપાદન

૩)  ગુજરાતી ભાષા–પરીષદના જોડણી વીષયક પ્રચાર–પ્રસાર કાર્યમાં સક્રીય

વાચન-લેખન : ઈન્ટરનેટ પર ભાષા-સાહીત્યના બ્લૉગનું સંપાદન

વીશેષ કાર્યો :

1] સમોડા ગ્રામવીદ્યાપીઠમાં ગૃહપતી,ઉપાચાર્ય,ઉપનીયામક તરીકેની સેવાઓ
2] મ.મ.સંઘમાં આંગણવાડી(બાલમંદીર)શીક્ષીકા તાલીમ તથા તે વીભાગના ઈન્ચાર્જ; વ્યાવસાયીક તાલીમવર્ગોની નવી પરંપરા અને શૃંખલા શરુ કરી; 1920 આસપાસ શરુ થયેલા મ.મહા.સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદન કાર્યમાં મદદ.
3] શ્રમીક વીદ્યાપીઠ (જન શીક્ષણ સંસ્થાન)દ્વારા એક લાખથી વધુ શ્રમીકો અને તેનાં કુટુંબીજનોને વ્યાવસાયીક ઉપરાંત જીવનશીક્ષણ; 250 જેટલી સંસ્થાઓ સાથે સહયોગ; વીવીધ વીષયો પરનાં 24 જેટલા આધાર સાહીત્ય [કોર્સ મટીરીઅલ્સ]નું સર્જન; અનેક સામાજીક સંસ્થાઓ એન.જી.ઓ.]ની રચનામાં માર્ગદર્શન અને કેટલીકના સંચાલનમાં મદદ.
4] નાનાભાઈ ભટ્ટ દ્વારા શરુ કરાયેલી સંસ્થાઓનાં ભુતપુર્વ વીદ્યાર્થીઓ અને તેમનાં કુટુંબીજનોની મીલનસંસ્થા ‘નૉળવેલ’ની 1998માં સ્થાપના અને સંચાલન;

સાહીત્ય સર્જન :

ક] પુસ્તકો :
1]
 ‘શ્રમીક શીક્ષણની દીશામાં'[પરીચય પુસ્તીકા]ના લેખક;
2] ‘એક ચણીબોરની ખટમીઠી’ના લેખક [મારા શીક્ષણ જીવનના અનુભવોનું મારી માતૃસંસ્થા દ્વારા પ્રકાશન]
3] ઔષધીગાન ભાગ 1-2 (ઔષધીય વનસ્પતી અંગેનાં 200 જેટલાં કાવ્યો)નું સંપાદન;
4] સ્વ.શોભન વૈદ્ય સ્મૃતીગ્રંથનું અન્ય સાથે સંપાદન;
5] ગુજરાતના જાણીતા હાસ્યલેખક અને આજીવન શીક્ષક-સંત સ્વ. ન.પ્ર.બુચની આત્મકથા “મારે વિષે હું અને એક વી.આઈ.પી.ની આત્મકથા”નું સંકલન-પ્રકાશન.

ખ] સામયીકોનું સંપાદન :

1] શ્રમીક વીદ્યાપીઠનું મુખપત્ર ‘શ્રમીક શીક્ષણ’ના સ્થાપક સંપાદક;
2] જ્ઞાતીનું મુખપત્ર ‘સદ્ભાવ’ના સ્થાપકોમાંના એક અને તંત્રી તરીકે તેનું સંપાદન;
3] ‘નૉળવેલ’ અનીયતકાલીકની સ્થાપના અને સંપાદન;
4] ‘આયુક્રાંતિ'(આયુર્વેદ વીષયક)સામયીક-માસીકના સ્થાપક સભ્ય-સંપાદક;

5]નાનાભાઈ ભટ્ટ પ્રસ્થાપીત અને દર્શક સંપાદીત સામયીક ‘કોડિયું’માં સહતંત્રી

ગ] લેખો, લેખ-શ્રેણીઓ :

1] ‘જયહિન્દ’ દૈનીકમાં આધુનીક રામાયણની પદ્યશ્રેણી (1967-68)
2] ગુજ.સમા.ના અઠવાડીક ‘શ્રી’માં કૌટુંબીક વીષયો પરની પતી-પત્નીના પત્રોની શ્રેણી (1969-70);
3] ‘કોડિયું’માં ભુતપુર્વ વીદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરીઝની શ્રેણી (ચાલુ);
4] કોડિયું ઉપરાંત અન્ય દૈનીકો/ સામયીકોમાં પ્રસંગોપાત લેખો-કાવ્યો.

85 total views, 3 views today