સ્વતંત્રતા આવી હતી શું ?

– જુગલકીશોર.

પુરાં કરી વર્ષ પચાસ સામટાં

સ્વતંત્રતા ઉજવવા મથે જો

પ્રસંગ આ પાવનકારી  આજે –

ભુલી જઈ ભુત–ભવીષ્ય–વાત !

સેવ્યાં હતાં સ્વપ્ન અનીદ્રઆંખે,

સેવી હતી નેક અનેક આશા;

સેવ્યાં કરી ’તી અગણી અપેક્ષા.

પરંતુ રે, ઉત્સવ–ઘેલછામાં

સ્વાતંત્ર્યના ઘોર નગારખાની

એવા બજ્યા કે સંભળાયું ના કશું

આ લોકને – ભાન રહ્યું કશું ના –

સ્વતંત્રતા લૈ ગયું કોક –લોકની !!

સ્વતંત્રતા ‘આવી ગઈ’ ભલે કહો –

‘આવી, ગઈ !’ એમ હવે ક્હે સૌ !

સ્વતંત્રતાનો કરીને જ મેકપ

સ્વચ્છંદતા મ્હાલી રહી શી ભાળું !

(એક બહુ જુની રચના)

55 total views, no views today

શાંત છું…..

ક્લાન્ત છું.

એટલે તો શાંત છું.

 

આભથી વરસી રહી સંપત્તી, તે

વહી, ભળી ગઈ સાગરે; પ્રવૃત્તી એ

કામની છે કે નકામી ? ભ્રાન્ત છું……..ક્લાન્ત છું.

 

અંતરે ઉલ્લાસ છાયો લાગતો,

ગ્રીષ્મમધ્યે શીતવાયુશો, ઘડીભર લાગતો !

કાવ્યશબ્દે એનું અવતરણ જોઈને…..સંભ્રાન્ત છું !!…..ક્લાન્ત છું.

 

આટલી આવી–ગઈ–આવી રહી તે તે બધી

હાથમાંની માછલી જીવંત તો હમણાં હતી –

જોઉં તો દમયંતીહાથે તરફડે – રે, શ્રાન્ત છું…….ક્લાન્ત છું.

 

હર્ષ–શોક–વીષાદ–ભય–ક્રોધે ભરેલ નીતાન્ત છું !

એટલે બસ શાંત છું !           

– જુ.              

 

 

    

 

56 total views, no views today

સંકોડાઈ રહેતો શબ્દ

શબ્દના માધ્યમથી સ્વપ્નલીલા આલેખી શકાય છે; પણ સામે છેડે સ્વપ્નમાં પ્રગટતા શબ્દોનું રેકોર્ડીંગ એટલે કે એની સાચવણ એટલી સહેલી નથી.

શબ્દ અને સ્વપ્ન – હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે.

સ્વપ્નની દુનિયા અ–લૌકીક કહી શકાય તેવી હોય છે તેની ના નહીં પણ શબ્દોય કાંઈ ઓછી માયા નથી ! એનું રહસ્ય તો અગાધ ઉંડાણભર્યું હોય છે. મારા એક શેરમાં સુઝી આવેલું કે :

“શબ્દ છે, એને ન ઓછો આંકવો, બુંદમાં દરીયો ઉછળતો હોય છે !”

સીદ્ધ સર્જક જે શબ્દ આપે છે તે પછી શબ્દ નથી રહેતો, મંત્ર બની જાય છે. અને મંત્રસીદ્ધી જીવનસીદ્ધી સુધી લઈ જાય છે.

સ્વપ્નો પણ શબ્દના અર્થની જેમ બાહ્યાભ્યંતર હોય છે ! શબ્દનો સ્થુળ અર્થ (અભીધા) એની અનેક અર્થચ્છાયાઓ વડે વ્યંજીત થતો રહે છે. તો સ્વપ્ન બાહ્યજીવનનો પડઘો પાડે છે…..એ જ રીતે ભીતરી સ્વપ્ન, ઉંઘમાં આવતું સ્વપ્ન બાહ્યજીવનનને માર્ગદર્શન આપે છે.

આ તો નારીકેલપાક છે ! શું શબ્દ કે શું સ્વપ્ન; એને ખોળતાં કે ખોલતાં વાર જરૂર લાગે પણ એક વાર એ એનું રહસ્ય ખોલે એટલે આપણી સમક્ષ અગાધ ઉંડાણ અને અફાટ, અલૌકીક રહસ્ય–સૌંદર્ય ખુલ્લું મુકી દે છે.

પત્રવ્યવહારોનો જમાનો હતો. પત્રો એક વાતાવરણ ઉભું કરી દેતા. દરેક પત્રમાંનો કોઈ ને કોઈ શબ્દ એક નાનકડું જગત લઈ આવતો. ઉમાશંકરભાઈ કહે છે તેમ, “ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો….” એ અનુભવાતું.

શબ્દનું પ્રાકટ્ય  કે શબ્દની વાચના પણ શબ્દની સાધના બની રહે છે; બની રહેવી જોઈએ. આપણી પાસે પત્રોને બદલે હવે ફોન કે સામાજીક મીડીયાનાં ઉપકરણો આવી ગયાં છે. લખનારાં ને વાંચનારાંઓ બન્નેને હવે એનાથી ફાવી ગયું છે, કહું કે હવે એ વ્યસનરુપ બનતું જાય છે. આવામાં પત્રના શબ્દોની જીવંતતા કેટલી તે હવે મૅસેજીયા વ્યવહારો કરનારા – લખનારા–વાંચનારા – જાણે.

ટપાલનો શબ્દ એક નવું પરીમાણ ઉભું કરી દેતો હતો – પત્ર વાંચનારને પત્રના શબ્દે શબ્દે લખનારનો ચહેરો દેખાઈ દેતો. લખનાર જ નહીં પણ તેની સાથેના લોકો પણ વાચક સમક્ષ, પ્રત્યક્ષ થઈ જતા….

હવે વીડીયો કૉલથી સૌ આમનેસામને થઈ શકે છે. એટલે એમાં શબ્દ જાણે કે ગૌણ બની રહે છે ! દૃષ્યની પછવાડે શબ્દ સંતાઈ જતો લાગે છે.

ભાષાના સંકોચનની કે ભાષાની ભેળસેળની ચીંતા કરનારાઓને શબ્દનું આવું સંકોડાઈ–સંતાઈ જવું ધ્યાને આવી જશે તો પણ આ મોબાઈલીયા સંસ્કૃતીથી બચવાનું હવે કેટલે ?!

શું લાગે છે, પેલી ટપાલલીલા હવે પાછી જોવા–અનુભવવા મળશે ખરી ?

90 total views, no views today

પ્રવીણાબહેન કડકિયાનું લેખનક્ષેત્ર

પ્રવીણાબહેને પોતાનો પરીચય બ્લૉગના મૅનુ પર આપ્યો છે. લખે છે :

“પરિચય આપવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. એક વખત આપ્યો હતો કિંતુ કમ્પ્યુટર વાપરવાની અણઆવડતને કારણે ભુંસાઈ ગયો. જીવનમાં  યુવાની આવે ત્યારે બાળપણ અને ઘડપણ આવે ત્યારે યુવાની ભૂંસાઈ જાય તેમ.

“૨૧મી સદીની કમાલ જુઓ, વગર જોયે, વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે. બસ સૌનો પ્રેમ નિરંતર મળતો રહે છે. ૩૦ વર્ષનો અમેરિકાનો  વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા છે. મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ  અને વિલ્સન કોલેજની જીંદગીને  ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અહીં (અમેરિકા) આવી વસવાટ કર્યો.

“સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામાં  સાહિત્ય તો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે (પતિવિયોગનું) અણધાર્યું વાવાઝોડું સર્જી  અંતરમાં ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે  આવી, શાંતિને વરી. કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.

કેટલીક વીગતો એમના જીવનની જોઈશું :

૧૯૬૫માં વિલ્સન કૉલેજ, મુંબઈથી સ્નાતક થયાં, લૉ કૉલેજમાં અભ્યાસ શરુ કરેલો પણ લગ્ન થઈ ગયાં એટલે લૉ પુરું ન કરી શક્યાં. પણ પછી તો સંસારની માયાજાળ, અમેરિકામાં આગમન ૧૯૭૭, બેંકમાં નોકરી, ઉપરાંત સબસ્ટીટ્યુટ ટીચરની નોકરી પણ ખરી જ.

આજે નિવૃત્ત અવસ્થાએ, પોતાના વ્યવાસાયમાં પ્રવૃત્ત બન્ને દીકરાઓ અને સુંદર બે વહુઓ અને ૩ પૌત્ર, બે પૌત્રીઓથી મહેકતા ઘરમાં પ્રસન્ન છે. 

એમની લેખનપ્રવૃત્તીમાં યશનાં ભાગીદારો છે એમની પુત્રવધુઓ ! કહે છે,

“સૌ પ્રથમ તો, બંને વહુઓના  પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭માં “સમર્પણ” નામથી ભક્તિ અને ભજનના ભાવભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. ૨૦૦૪માં “અંતરનો  અવાજ ”નામની પુસ્તિકા.

“ગુજરાતી સાહિત્ય સરિતાના સંગે સહિયારા સર્જન દ્વારા ઘણી લઘુ નવલકથા અને નવલકથાઓમાં લખવાની તક મળી અને તેમાંની “હરિયાળી ધરતીનાં મનેખ” અને “છૂટાછેડા-ઓપન સિક્રેટ” પ્રકાશનના પંથે છે.

યોગ શિક્ષિકા તરીકે કાર્યન્વિત છું અને દરેક લલિતકલામાં રસ ધરાવું છું.”

થોડી વધુ વીગતો ઉમેરતાં તેઓ લખે છે :

“પ્રભુની કૃપાથી બેંગ્લોર જઈ “યોગ” વિશે જાણકારી મેળવી. એક વર્ષની તપસ્યા અને દેશમાં રહેવાનો મોકો પામી. આ મીઠું સંભારણું પાલવે બાંધી પાછી અમેરિકા આવી પ્રવૃત્તિમય બની.”

આજે પણ સિરામિક્સ, બ્રાઝિલિયન એમબ્રોડિયરી અને ગુંથણકામ એમની હોબી છે. જે એમનો જીવન અને સર્જનરસ જીવંત રાખે છે. 

જીવનની ફીલસુફી સમજાવતાં કહે છે –

“હવે જીવનમાં સમાજનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. છેલ્લાં પંદર વર્ષથી “Voice of Sanatan Hinduism”માં મિત્રો સાથે રેડિયો પ્રોગ્રામ, દર રવિવારે “૯થી ૧૨” પ્રસ્તુત કરી સેવા આપી રહી છું. શ્રીનાથજીબાવાની અસીમ કૃપાથી જાન્યુઆઅરીની ૨૨મી તારીખે ડૉ. નટવરભાઈ ગાંધીના શુભ હસ્તે પ્રથમ નવલકથા ‘એક ડગ ધરા પર’નું વિમોચન થયું. ત્યાર પછી પ્રકાશિત કરી ‘જાગીને જોંઉ તો”, ‘જીગરના પપ્પા’, ‘સંઘર્ષની સોડમાં’, ‘ઉમંગનું લોલક’ હાલમાં ચાલુ છે, ‘ઝાકળ બન્યું મોતી’”

એમના બ્લૉગનું નામ જાણીતું છે : “મન,માનસ અને માનવી” જેની સરનામા–લીંક છે : https://pravinash.wordpress.com/

એમનો વીઝેટ વીભાગ ‘મહિનો પસંદ કરો’ તપાસતાં જણાય છે કે, આ બ્લૉગનો આરંભ, ૨૦૦૭ જાન્યુઆરીમાં થયો છે. આજે ૧૯ વરસનાં વાણાં વાઈ ગયાં છે ને પ્રવીણાબહેન એકધારાં આ લેખનપ્રવૃત્તીમાં પ્રવૃત્ત છે.

એમના ઉપરોક્ત બ્લૉગના મેનુની યાદી લાંબી નથી પરંતુ એમના રસના વીષયોને ખુલ્લાં કરી આપે છે :

ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ’, ‘મારો પરિચય’, ‘યોગ’ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય’, ‘યોગ-સાધના’, ‘યોગનો અભ્યાસ’, ‘શૈશવનાં સંભારણાં’.

બધા જ મેનુ લખાણોથી ભરચક્ક છે ! ‘શૈશવનાં સંભારણાં’માં તેમણે ભાવનગરનાં કાર્યોની વાતો લખી છે એના કરતાંય, બાળકો અને સમાજના નબળા વર્ગોના માનવીઓ સાથેનું એમનું ભાવજગત પ્રગટ થયું છે તે મનભર છે.

એક મીત્રના કહેવાથી જ માત્ર એક સભામાં ગયાં અને ત્યાં ‘શૈશવ’ સંસ્થાનાં સંચાલકો મળી ગયાં જેને તેમણે યોગાનુયોગ ગણીને વર્ણવ્યાં છે. અને સામાજીક કાર્યોને મળેલી નવી દીશા અંગે ભરપુર ને ભરપેટ લખ્યું છે.

એમના બ્લૉગ પરની “કૅટેગરીઝ”માં વીષયોનું વર્ગીકરણ લખાણો આવતાં ગયાં તેમ તૈયાર થતું ગયું હશે તેવું લાગે છે. એ વીષયો આ પ્રમાણે છે :

એક ડગ ધરા પર, કાવ્યો, ખુલ્લી આંખે, ગમતાં કાવ્યો, ગમતી ગઝલ, ચાલો રસોડામાં, ચિંતન લેખ, જાગીને જોઉં તો, જીવનમાં ઉમંગ, ટૂંકી વાર્તા, નવલકથા, ભજનો, વિચારનાં વહેણ, વિણેલાં મોતી, સ્વરચિત રચના તથા હાસ્ય રસ.

આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે એટલે કે તા. ૫,૮,૧૯ના દીવસે એમના વાચકોની ક્લીકનો આંકડો  237,800 hits પર હતો.

તેમનાં કાર્યક્ષેત્રોના લાભાર્થીઓની સંખ્યાનો આંકડો સદાય અને સતત વધતો રહે તેવી શુભેચ્છાઓ સાથે –

ધન્યવાદ !!

તેમના સંપર્ક માટેની વીગતો આ પ્રમાણે છે :

વસવાટનું સરનામું :

૬૫૧ બેરિંગ ડ્રાઈવ, યુનિટ # ૩૦૪

હ્યુસ્ટન, ટેક્સાસ

૭૭૦૫૭  અમેરિકા

Email:

pravina_avinash@yahoo.com / pravinammody@gmail.com

બ્લૉગનું આઇડી : https://pravinash.wordpress.com/

82 total views, 1 views today

મહેન્દ્રભાઈનું નેટવીશ્વ

મારાથી બરાબર ત્રણ માસ ને એક દીવસ મોટા ને અનુભવોમાં તો ઘન્ના જ ઘન્ના મોટા ને, ઘણું સક્રીય એવું નીવૃત્ત જીવન કુટુંબ સાથે જીવી રહેલા શ્રી મહેન્દ્રભાઈ ઠાકર આપણા માટે જાણીતા ને માનીતા બ્લૉગર છે. મારા એક લખાણ પર એમની કૉમેન્ટીકા વાંચીને જુના સમયની યાદ તાજી થઈ જતાં મેં એમને પોતાનો  પરીચય મોકલવા વીનંતી કરી હતી.

એમણે સ્વભાવ સહ સાવ ટુંકો પરીચય મોકલીને મને કાંક દુખી કરી દીધો. ગણીને ફકત પંદર લીટીમાં – જેની અરધા જેટલી લીટીઓ તો સાવ ટુંકી હતી. મને થયું આટલાક પરીચયમાં હું એમને કેટલો ન્યાય આપી શકીશ ?!

પરીચયની નીચે લીખીતનસ્થળે એક લીંકમાં એમની વેબસાઇટનું સરનામું હતું. એમાંય એક સાઈટના ખુલવાથી વીશેષ શું મળવાનું માનીને એ લીંકને ક્લીક કરી દીધેલી…..

ને પછી લીંકની મહીંથી જે નીકળ્યું તેની જ તો વાત આજે કરવાની થઈ છે….

તા. ૨૪ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ મુળ ઉમરેઠના મહેન્દ્રભાઈનો અમદાવાદમાં જન્મ. ઈન્દોર એન્જીનીઅરીંગનો અભ્યાસ, બીહારમાં સ્વામી સત્યાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન નીચે યોગની તાલીમ એક વરસ માટે ૧૯૬૮માં લીધી.

૧૯૬૯થી યોગની તાલીમ આપવાનું કાર્ય યુરોપ અને યુએસએમાં કર્યા પછી ૧૯૭૭થી ૨૦૦૩ સુધી ઉદ્યોગ અને વીજ્ઞાનના ક્ષેત્રમાં છે…ક નીવૃત્તી સુધી શ્રી ભગુભાઈ મફતલાલ પોલીટૅકનીકમાં કમ્પ્યુટર સેન્ટરના મુખીયારુપે કાર્યરત રહ્યા.

બસ, ત્યાર પછી તો તેઓ અને – વડોદરાથી એમએસડબલ્યુ થયેલાં – ધર્મપત્ની બીનાબહેન મુંબઈમાં જ છે. તેમનો પુત્ર બિમલ સીએ અને સીપીએ, લા–યુએસએમાં છે જ્યારે સીએસ અને એલએલબી પુત્રી નેહલ, ડીઝાઇનની એક શાળામાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે.

વળી, આપણ સૌને જેમાં ખાસ રસ પડે તેવી બાબત તો એ છે કે આ નીવૃત્ત સમયગાળાનો ઉપયોગ તેઓ ‘નેટ–ખાંખાંખોળાં’માં કરી રહ્યા છે. પેલી નાનકડી લીંક જે પત્રના સહી–સ્થાને મુકાયલી હતી તેને તો જોવા ખાતર ખોલેલી.

પણ પછી લીંકની મહીંથી જે નીકળ્યું તેની જ તો વાત આજે કરવાની થઈ છે….

કમ્પ્યુટરના જ જીવ. એના આધારભુત જાણકાર. વળી એ જ ક્ષેત્રના શીક્ષક એટલે એ લીંકમાંથી જે વીભાગો નીકળતા ગયા એણે મને આનંદભળેલા આશ્ચર્યમાં જળબોળ કરી દીધેલો !

પહેલી મુખ્ય લીંક ખોલતાં જે જોવા મળે તે એમના ફોટા સાથેનું

Resources To Download:

આ લીંક નથી, સાઈટનું શીર્ષક છે.

અને એની નીચે જે લીંકો છે તે જાદુગરના ચીરાગ જેવી છે. એકને ક્લીક કરતાં બીજી અનેક લીંકો નીકળે છે ને એ બધીને પણ પેટાલીંકો હોય તે તો જુદી જ.

નેટક્ષેત્રના આ કસબીનો કસબ મારા જેવાને માટે તો અધધ અને અહો, પરંતુ જેમને શોખ અને રસ છે તેવા સૌ માટે તો મજા પાડી દેતી બાબત છે.

વીગતે તો લખવું જ હતું પણ સ્થળમર્યાદાને બહાને મારા પ્રીય વાચકોને પણ થોડાં ખાંખાંખોળાં કરાવીને જ એની લાભપ્રાપ્તી કરાવવાની દાનતે કરીને ફક્ત લીંકો જ પ્રગટ કરીને સંતોષ લઉં તો મને ક્ષમા તો કરજો જ !!

––––––––––––––––––––––––––––

Resources To Download:

http://www.geocities.ws/mhthaker/

(Various collection of kabir- gita- health related)

http://mhthaker.tripod.com/

(Various resources called world resources-woman’e world- woman’s paradise-beauty recipes– receips micro oven)

http://mhthaker.wordpress.com/

(Various articles)

http://www.geocities.ws/bhattkanti/

(ON THE EVE OF KANTI  BHATT’S 75TH BIRTHDAY)

www.slideshare.net/mhthaker

 ( collection of slide show  )

issuu.com/mhthaker

(Various publications as e-books like Yoga book by mahendra thaker and Bani Azad )

http://mhthaker.tumblr.com/

(Smart Breathe for effective living)

https://www.facebook.com/mhthaker

(Facebook)

(Twitter)

www.linkedin.com/in/mhthaker   

(  linkedin )

––––––––––––––––––––––––––––––––––––––

http://mhthaker.tripod.com/

Welcome to my Web Resources.

WORLD RESOURCES

Gateless Gate

Woman’s  World

Woman’s Paradise

Beauty Recipes

Recipes Micro oven

Email

––––––––––––––––––––––––––––––––––––––––––


 
                 Welcome to the Gate Less Gate

http://www.geocities.ws/mhthaker/

–––––––––––––––––––––––––––––––––––––––––––––

મારા માનવંતા વાચકોને જણાવવા ઉપરાંત વીનંતી કરવાની જે, આ દરેક લીંકને અને તેની અંદર રહેલી બીજી લીંકુંને ખોલી જોજો.

અને બને તો આપની આ અંગે કોઈ કૉમેન્ટીકા મુકીને મહેન્દ્રભાઈના આ વીભાગોની કશીક જાણકારી વહેંચજો !

મહેન્દ્રભાઈ :  mahendra thaker mhthaker@gmail.com

વેબસાઈટ : https://sites.google.com/site/mhthaker/

જુગલકીશોર : jjugalkishor Vyas jjugalkishor@gmail.com

73 total views, 1 views today

આંધળી માનો મોબાઇલ

એક જમાનામાં ‘આંધળી માનો કાગળ’ ગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે, પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની હાલતનું વર્ણન કરતી વખતે પણ એની દીકરા પ્રત્યેની માયા ઓછી નથી થતી.

આજે આંધળી મા તો રહી નથી, પણ દીકરાની માયામાં આંધળી બની જતી મા પાસે દીકરાને કાગળ લખવાનો ટાઇમ નથી. (કદાચ આવડતોય નથી!) પણ મોબાઇલ તો છે ને? બસ, એનો બધો પ્રેમ, બધી ચિંતા એ મોબાઇલથી વ્યક્ત કરતી રહે છે અને અજાણપણે ત્રાસ ફેલાવતી રહે છે. દીકરો કમાવાને બદલે ભણવા બીજા શહેરમાં ગયો છે. માને ચિંતા ન થાય ? એ શું ખાતો હશે ?

(પહેલી ચિંતા). તરત મોબાઇલ કાને લગાવી ગળગળા અવાજે શરૂ.

‘બેટા ખાધું ?’

‘હા મમ્મી, ક્યારનું જમી લીધું.’

‘શું જમ્યો બેટા ?’

‘એ જ, દાળ–ભાત–શાક ને રોટલી.’

‘દાળ–શાક તને ભાવે છે ને ? ભાત ને રોટલી કાચાં તો નથી ખાતો ને ? એવું હોય તો સરને ફરિયાદ કરી દેજે. ન ભાવે ત્યારે તારા પૉકેટમનીમાંથી બહાર ખાઈ લેજે. પૈસાની ચિંતા નહીં કરતો (!). બે ટાઇમ બૉર્નવિટા ને ફ્રૂટ–બિસ્કીટ આપે છે ને ? બેટા ભૂખ્યો નહીં રહેતો. અહીં તો હું તારું ધ્યાન રાખતી, ત્યાં તને કોણ જોતું હશે ? પ્લીઝ, બરાબર ખાજે–પીજે, ચિંતા નહીં કરતો, હું રોજ ફોન કર્યા કરીશ. તારાથી નહીં બોલાય તો અમે આવીને સરને સમજાવી જઈશું. ’

એક ચિંતા પતાવી–દૂર કરી, ત્યાં બીજી હાજર જ હતી ! સવારે ઊઠવામાં તો દીકરો બહુ આળસુ છે. ત્યાં એને કોણ ઉઠાડતું હશે ? તે પણ મારી જેમ, માથે વહાલથી હાથ ફેરવીને ? ભીની આંખે મા દીકરાને ફોન લગાવે છે.

‘દીકરા, તું સવારે જાતે ઊઠી જાય છે કે કોઈ તને ઉઠાડે છે ?’

‘મમ્મી, અહીં તો રોજ સવારે છ વાગ્યે બધાના રૂમમાં રિંગ વાગે એટલે અડધા કલાકમાં તૈયાર થઈને બધાએ નીચે નાસ્તા માટે પહોંચી જવાનું. ’

‘હાય હાય ! અડધા કલાકમાં તૈયાર થઈ જવાનું ?’ માની ચિંતા આંસુ બની ધોધમાર વરસવા માંડે. જેને પથારીમાંથી બહાર નીકળતાં જ પંદર મિનિટ થાય અને નિત્યકર્મ પતાવતાં અડધો કલાક લાગે, તેણે અડધો જ કલાકમાં ? પછી બિચારાનું પેટ ના બગડે ? માંદો ના પડે ? આ હૉસ્ટેલવાળા પણ ખરા છે ! તદ્દન જડ જેવા. જોયા ન હોય મોટા બહુ ડિસિપ્લીનવાળા ! મેં તો કેટલી ના પાડેલી એને હૉસ્ટેલમાં મૂકવાની, પણ મારું કોણ સાંભળે છે?’ માની વાત તો ખરી હતી. જોકે, આ બધો બબડાટ તો રોજનો થઈ ચૂકેલો. હવે બે વરસ પછી પણ એને સાંભળવા કોણ નવરું હોય ? પણ મા એટલે મા. ચિંતા તો થાય ને ? માની ચિંતામાં ફક્ત ભણવાની ચિંતા છેલ્લે આવે (જેના માટે એને હૉસ્ટેલમાં મૂકેલો) પણ બાકી બધી ચિંતા એને ઠરવા ન દે. એને એટલે માને અને દીકરાને પણ !

‘રૂમમાં રોજ ઝાડુ–પોતાં થાય છે ? કપડાં સારાં ધોવાય છે કે ? ઇસ્ત્રીવાળો કપડાં ખોઈ કે બાળી નથી નાંખતો ને ? તું માથામાં તેલ નાંખે છે ને ? શૅમ્પૂ છે કે ખલાસ ? દોસ્તોને બધું આપી નથી દેતો ને ? કે પછી એ લોકો જ બધું પૂરું કરે છે ? નાસ્તા છે કે મોકલાવું ? પૈસા જોઈએ તો પપ્પાને કહું ? દાદા–દાદી તને બહુ યાદ કરે છે. કાકા, મામા, કાકી અને માસી પણ યાદ કરે છે.’ માનું અને માની ચિંતાનું લિસ્ટ બહુ લાંબું અને દીકરાને અકળાવનારું, તેમ જ દોસ્તોમાં મશ્કરીને પાત્ર બનાવનારું છે, પણ શું થાય ? મા તે મા.

માબાપની ચિંતા દૂર કરવા દીકરો ભણી રહ્યો અને સરસ મજાની નોકરીએ લાગ્યો. બિચારી માના નસીબે બીજા શહેરમાં ! ફરીથી માને તો મોબાઇલના સહારે જ રહેવાનું આવ્યું ને ?

સવારમાં છ વાગતાં જ ફોન ચાલુ.

‘ઊઠ બેટા, છ વાગી ગયા.’

‘મમ્મી, હું ઊઠી જઈશ, મેં એલાર્મ લગાવ્યો છે.’

‘મને ખબર છે તારી ઊંઘવાની ટેવ. હૉસ્ટેલમાં તો બધા સાથે હતા. અહીં તને કોણ ઉઠાડે ? ચાલ તો, ઊઠી જા તો.’

દીકરાની લાખ ના છતાં મમ્મી તો દર પાંચ મિનિટે ફોન કરીને દીકરાને ઉઠાડીને જ રહી. બીજા દિવસથી દીકરાએ પોણા છએ માને ફોન કરીને જણાવવા માંડ્યું કે, ‘મમ્મી ફોન નહીં કરતી, હું ઊઠી ગયો છું.’

ઓફિસમાં પણ, કોઈ પણ સમયે ફોન કરી દેતી મમ્મીને દીકરાએ કહેવું પડ્યું, ‘મમ્મી, હવે મેસેજ કરી દેજે અને વાત કરવી હોય તો આપણે રાત્રે વાત કરશું.’ મમ્મીને જરા માઠું લાગી ગયું, દીકરો મોટો થઈ ગયો! ખરેખર, માની લાગણી કોણ સમજી શકે ?

હવે ? છેલ્લું ચૅપ્ટર. દીકરાનાં લગ્ન થયાં, વહુ આવી. વહુ આવે એટલે કંઈ માએ ખસી જવાનું ? નહીં જ વળી. એવું વળી કોણે કહ્યું ? માને ચિંતા ના થાય ? (થાય ને થવી જ જોઈએ પણ હવે તો ભાર ઝીલવાવાળી આવી, પછી માએ શેનો ભાર રાખવાનો? પ…ણ મા તે મા.) વળી, મોબાઇલ શાના માટે છે ?

‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ. તારાં કપડાંની ખરીદી કોણ કરે છે ? આટલાં વર્ષો મારી પસંદનાં કપડાં પહેર્યાં, તે હવે વહુની પસંદનાં કપડાં ગમે છે ? ના ગમે તો કહેજે, મોકલી આપીશ. તબિયત સાચવજે, બહારનું ખાતો નહીં, તાપમાં ફરતો નહીં…..’(વગેરે..વગેરે..વગેરે.)

(દીકરાને માથે ચડાવતી કે માવડિયા બનાવતી મોબાઇલ–માતાઓને ‘મધર્સ ડે’ પર સપ્રેમ ભેટ.)

139 total views, no views today